આવું જ એક મંદિર એટલે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગુણસદા ગામું રોકડીયા હુનુમાન મંદિર. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો અહીં હનુમાનજી સાક્ષાત બિરાજીતા હોવાનું માનવામાં આવે છે. રોકડીયા હનુમાનજી નામ પડવા પાછળું કારણ પણ ઘણું રસપ્રદ છે. અહીં આવતા ભક્તો મુજબ આ હનુમાનજી એટલા ચમત્કારીક છે કે ભક્તોને તેનો પરચો રોકડો એટલે કે તાત્કાલિક મળે છે.
એક સમયે ગીચ જંગલ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને હનુમાન દાદાના અનેક પરચા મળ્યા હોવાની પણ કથાઓ છે. આજ કારણ છે કે આજે પણ આ મંદિર શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે. એક માન્યતા એવી છે કે મોગલ જેવી મોટી સલ્તનતને પાણી પીવડાવનાર છત્રપતિ શિવાજી પણ આ મંદિરે રાત્રી રોકાણ કરી ગયા છે. અહીં દર મંગળવાર અને શનિવારે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે.
આ ઉપરાંત હનુમાન જયંતી અને વારતહેવાર પર આસપાસ જ નહીં પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ હનુમાન ભક્તો અહીં દર્શન માટે આવે છે. અંતરીયાળ ગામડામાં આવેલ રોકડીયા હનુમાન ધામ પહોંચવા માટે તમારે સૌ પ્રથમ જિલ્લા મથક તાપી પહોંચવું પડે છે. અહીંથી રાજ્ય સરકારની બસ અથવા પ્રાઈવેટ વાહનમાં ઉકાઈ તરફથી જતા તાપીથી 14.5 કિમી દૂર લીલીછમ હરિયાળી અને જંગોલ વચ્ચે આવેલું છે નાનકડું ગામ ગુણસદા અહીં આવેલ છે આ ચમત્કારિક મંદિર.
♡ |
♡ |